(India : સ્થળ બદલાવો)
વારંવાર પૂછવામાં આવતાl પ્રશ્નો
- Class Action (વર્ગ કાર્યવાહી) મુકદ્દમો શું છે?
- Class Action (વર્ગ કાર્યવાહી) સમાધાનો શાના વિશે છે?
- સમાધાન વર્ગોના કોણ સભ્યો છે?
- સૂચિત સમાધાનો શું છે?
- યુ.એસ. સમાધાનમાં ફાળવણીનું આયોજન શું છે?
- યુ.એસ. સમાધાનમાં હું કેવી રીતે દાવો નોંધાવી શકું? દાવો નોંધાવાની અંતિમ મર્યાદા ક્યારની છે?
- સમાધાન સાથે સહમતિ સાધીને હું કયા હક્કો જતા કરી રહ્યો છું?
- સમાધાનોમાં પ્રતિવાદીઓનું કોણ પ્રતિનિધિત્વ કરે છે?
- સમાધાનોમાં સમાધાન વર્ગોનું કોણ પ્રતિનિધિત્વ કરે છે?
- સમાધાન વર્ગોમાંથી મારી જાતને હું કેવી રીતે બાકાત રાખી શકુ?
- હું કંઇ ન કરું તો શું?
- અંતિમ નિર્ણય સુનાવણી ક્યારે અને ક્યાં હોય છે?
- વર્ગ સભ્યો અંતિમ નિર્ણય સુનાવણીઓમાં ફરજિયાત હાજર રહેશે?
- સમાધાનોમાં મારાં કોઇ સૂચનો અથવા વાંધાઓ કેવી રીતે ઉઠાવી શકુ?
- સમાધાનો વિશે વધુ માહિતી હું ક્યાથી મેળવી શકીશ?
- જો મારું સરનામું બદલાયેલ હોય, તો તેને હું કેવી રીતે સુધારી શકીશ?
- સમાધાનોમાં એટર્નીઝને કેટલી રકમની ચૂકવણી કરવામાં આવશે?
- કેનેડીયન સમાધાનના સંચાલન સંબંધિત આધુનિક માહિતી મેળવવા માટે મારે કેવી રીતે નોંધણી કરાવવાની રહેશે?
Class Action (વર્ગ કાર્યવાહી) મુકદ્દમો શું છે?
ક્લાસ એકશન એક કાનુની મુકદ્દમો છે જેમાં એક કે વધુ પ્રતિનિધિ દાવેદારો પ્રતિવાદીઓની વિરુદ્ધ તેમના વતી અને સમાન સ્થિતીમાં રહેલા વ્યક્તિઓ વતી મુકદ્દમો લાવેછે. પ્રતિનિધિ દાવેદારો, કોર્ટ, અને ક્લાસનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમવામાં આવેલ સલાહકાર એ તમામ એ ચોક્કસાઇ કરવાની જવાબદારી ધરાવે છે કે તમામ ક્લાસ મેમ્બર્સના હિતો પૂરતાં પ્રમાણમાં રજુ કરવામાં આવ્યાં છે. મહત્વની રીતે, એટર્નીની ફિ અથવા ક્લાસ સલાહકારના મુકદ્દમા ખર્ચાઓ માટે Class Members (વર્ગ સભ્યો) વ્યક્તિગતરીતે જવાબદાર નથી. ક્લાસ એકશનમાં, એટર્નીની ફિ અને મુકદ્દમા ખર્ચાઓની ચૂકવણી સમાધાન ભંડોળમાંથી (અથવા કોર્ટ ચુકાદા રકમ) કરવામાં આવે છે અને તેની માન્યતા કોર્ટે આપેલ હોય તે ફરજિયાત છે.
પ્રતિવાદી સાથેનું સૂચિત સમાધાન જેમકે Lufthansa સાથેના આ સમાધાનોમાં, જ્યારે ક્લાસ દાખલ થાય, ત્યારબાદ ક્લાસને સમાધાનની નોટીસ અને સાંભળવાની તક આપવામાં આવે તે કોર્ટ માટે જરૂરી બનશે. ત્યારબાદ કોર્ટ એ નક્કી કરવા માટે સુનાવણી હાથ ધરશે કે, અન્ય બાબતો વચ્ચે, જો સૂચિત સમાધાન વ્યાજબી, યોગ્ય અને પર્યાપ્ત છે કે કેમ.
Class Action (વર્ગ કાર્યવાહી) સમાધાનો શાના વિશે છે?
યુ.એસ. સમાધાન:
આ એકશનમાં, વાદીઓ દલીલ કરે છે કે Lufthansa અને અન્ય પ્રતિવાદીઓ સરચાર્જીસ (એર કાર્ગો કેરીયર્સ દ્વારા ચોક્કસ વધારાના ખર્ચાઓ જેમ કે “ફ્યુઅલ સરચાર્જ” અથવા “સુરક્ષા સરચાર્જ” માટે સાધારણ શીપીંગ દરો ઉપરાંત વસુલવામાં આવતી ફિ), ના સમન્યવયથી એરફ્રેઇટ શીપીંગ સેવાઓની કિંમતો નક્કી કરવા, વધારવા, જાળવી રાખવા, અથવા સ્થિર રાખવા માટે, કિંમતો પરનો વટાવ નાબુદ કરવા કે ટાળવા માટે સંયુક્ત રીતે સહમત થવામાં, આવક પર સહમતિ સાધવામાં અને ગ્રાહકોની ફાળવણી માટેના એક ષડયંત્રમાં, યુનાઇટેડ સ્ટેટસ વિશ્વાસઘાત કાયદા અને સ્ટેટ લોના ઉલ્લંઘનમાં સંડોવાયેલ હતા. આ આરોપીત વ્યવહારના પરીણામ સ્વરૂપે, વાદી દલીલ કરે છે કે તેઓએ અને ક્લાસના અન્ય મેમ્બર્સે એરફ્રેટ શીપીંગ સેવાઓ માટે આરોપીત વ્યવહારની ગેરહાજરીમાં જે ચૂકવણી કરી હોત તેના કરતાં તેઓએ વધુ ચૂકવણી કરવી પડી છે.
“એરફ્રેઇટ પરીવહન સેવાઓ” નો અર્થ યુનાઇટેડ સ્ટેટ્સની અંદર, તેમાં, અથવા યુનાઇટેડ સ્ટેટમાંથી એરફ્રેઇટ માલ પરીવહન સેવાઓ તરીકે કરવામાં આવે છે.
Lufthansa ઉપરાંત, આ મુકદ્દમામાં વર્ણવાયેલ પ્રતિવાદીઓ નોટીસ માં જોઇ શકાશે.
કેનેડીયન સમાધાનઃ
Lufthansa સામેના ક્લાસ એકશન મુકદ્દમાઓ હાલમાં ત્રણ અલગ અલગ આ મુજબની કેનેડીયન કોર્ટમાં અનિર્ણીત છેઃ Supreme Court of British Columbia (બ્રિટીશ કોલંબીયાની સુપ્રિમ કોર્ટ), Ontario Superior Court of Justice (ઓન્ટેરીયો ન્યાયની મુખ્ય કોર્ટ), અને Québec Superior Court (ક્યુબેક મુખ્ય કોર્ટ) (સામુહિક રીતે “કેનેડીયન ક્લાસ એકશન્સ”). વાદીઓ દલીલ કરે છે કે Lufthansa અને અન્ય પ્રતિવાદીઓએ ઇન્ટર એલીયા, ફૂગવાયુક્ત સરચાર્જ વસૂલવો, એરફ્રેઇટ શીપીંગ સેવાઓની કિંમતો નક્કી કરવા, વધારવા, જાળવી રાખવા, અથવા સ્થિર રાખવા માટે, ઇન્ટર એલીયા સહિત, વ્યવસ્થાતંત્રોની એક સંખ્યા મારફતે, એર કાર્ગો શીપીંગ માટેની કિંમતો પરનો વટાવ નાબુદ કરવા કે ટાળવા માટે સંયુક્ત રીતે સહમત થવામાં, આવક પર સહમતિ સાધવામાં અને ગ્રાહકોની ફાળવણી માટેના એક ષડયંત્રમાં ભાગ લીધો હતો. વાદીઓ દલીલ કરે છે કે, પરીણામ સ્વરૂપે, તેઓએ અને કેનેડીયન સમાધાન ક્લાસના અન્ય મેમ્બર્સે એરફ્રેઇટ શીપીંગ સેવાઓ માટે આરોપીત વ્યવહારની ગેરહાજરીમાં જે ચૂકવણી કરી હોત તેના કરતાં તેઓએ આવશ્યક રીતે વધુ ચૂકવણી કરવી પડી છે.
પ્રતિવાદીઓએ વસૂલ કરેલ સરચાર્જીસ વિશે વ્યાપક રીતે કેનેડીયન ક્લાસ એકશન્સ કાર્ય કરે છે. સરચાર્જીસ એ એર કાર્ગો કેરીયર્સે ગ્રાહકો પાસે વસૂલ કરેલ સામાન્ય એર કાર્ગો શીપીંગ દરો ઉપરાંતની ફી છે, જેનો ઇરાદો એર કાર્ગો કેરીયર્સને ચોક્કસ વધારાના ખર્ચા જેમાં, ઉદાહરણ તરીકે ઇંધણના વધેલા ભાવ અને યુનાઇટેડ સ્ટેટસમાં સપ્ટેમ્બર 2001 બાદ અમલમાં આવેલ સુરક્ષાત્મક પગલાંઓ સંબંધિત વધેલા ખર્ચાઓનો સમાવેશ થાય છે તે ભરપાઇ કરવાનો છે. વાદીઓ દલીલ કરે છે કે પ્રતિવાદીઓએ એકત્ર કરેલ આવકોની સાથે આ સરચાર્જીસની કિંમતો નક્કી કરવા માટેના એક ષડયંત્રમાં ભાગ લીધેલ છે.
સમાધાન વર્ગોના કોણ સભ્યો છે?
યુ.એસ. સમાધાન:
એપ્રિલ 4, 2008ના આદેશથી, કોર્ટે પ્રાથમિક ધોરણે Lufthansa સમાધાન વર્ગને પ્રમાણિત કર્યો અને સૂચના આપી છે કે Lufthansa સમાધાન વર્ગ (“Lufthansa સમાધાન વર્ગ સભ્યો”)ની વ્યાખ્યામાં આવતી વ્યક્તિઓ અને સત્તઓને આ નોટીસ આપવામાં આવે. Lufthansa સમાધાન વર્ગની વ્યાખ્યામાં આ મુજબ કરવામાં આવે છેઃ
Aયુનાઇટેડ સ્ટેટસમાં, યુનાઇટેડ સ્ટેટસની મર્યાદામાં, અથવા યુનાઇટેડ સ્ટેટસમાંથી માલસમાન વહન માટેની એરફ્રેઇટ શીપીંગ સેવાઓ (અહીં “એરફ્રેઇટ શીપીંગ સેવાઓ”) ખરીદનાર તમામ વ્યક્તિઓ અને સત્તાઓ, એવી વ્યક્તિઓ અને સત્તાઓ સહિત કે જેમણે જાન્યુઆરી 1, 2000 થી સપ્ટેમ્બર 11, 2006 સુધીના સમયગાળા દરમિયાન, કોઇપણ એર કાર્ગો કેરીયર (મર્યાદા વિનાના, એકશનમાં જે પ્રતિવાદીઓના નામ છે તે સહિત, અને ખાસ Lufthansa સહિત) અને/અથવા કોઇપણ નામી અનામી સહ-કાવતરાખોરો (સામુહિક રીતે “પ્રતિવાદીઓ”) પાસેથી, મારફતીયા પાસેથી એરફ્રેઇટ સેવાઓ ખરીદી હોય. પ્રતિવાદીઓ, તેમના માતાપિતા, કર્મચારીઓ, તાબેદારો અને દત્તક, તથા તમામ સરકારી વ્યક્તિઓ સમાધાન વર્ગમાંથી બાકાત છે.
કૃપા કરી ધ્યાનમાં રાખો, ક્લાસ એકશનમાં સૂચિત ક્લાસ કરતાં Lufthansa સમાધાન વર્ગ અલગ છે. Lufthansa સમાધાન વર્ગમાં એ વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમણે એકશનમાં પ્રતિવાદીઓના નામો સમાવિષ્ટ ન હોય તેવા એર કાર્ગો કેરીયર સહિત કોઇપણ એર કાર્ગો કેરીયર પાસેથી ખરીદી કરી હોય.
કેનેડીયન સમાધાનઃ
કેનેડીયન સમાધાન કરાર ત્રણ સમાધાન વર્ગોની રચના કરે છે. દરેક સમાધાનનો વર્ગ એક કોર્ટના સતાવિસ્તાર હેઠળ સમાવેશ થાય છે. આમ, બ્રિટીશ કોલંબીયાના કાયદેસર અને કુદરતી નિવાસી વ્યક્તિઓનો બ્રિટીશ કોલંબીયા સમાધાન વર્ગમાં અને Supreme Court of British Columbia ના (બ્રિટીશ કોલંબીયાની સુપ્રિમ કોર્ટ) સતાવિસ્તાર હેઠળ સમાવેશ થાય છે; ક્યુબેકના કાયદેસર અને કુદરતી નિવાસી વ્યક્તિઓનો (50 કે તેથી ઓછાં કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ સહિત) ક્યુબેક સમાધાન વર્ગ અને Québec Superior Courtના (ક્યુબેક મુખ્ય કોર્ટ) સતાવિસ્તાર હેઠળ સમાવેશ થાય છે; અને બ્રિટીશ કોલંબીયા સમાધાન વર્ગ અથવા ક્યુબેક સમાધાન વર્ગ હેઠળ સમાવિષ્ટ ન હોય તેવા કાયદેસર અને કુદરતી વ્યક્તિઓનો સમાવેશ ઓન્ટેરીયો સમાધાન વર્ગ અને Ontario Superior Court of Justice ના (ઓન્ટેરીયો ન્યાયની મુખ્ય કોર્ટ) સતાવિસ્તાર હેઠળ સમાવેશ થાય છે.
સામુહિક રીતે, બ્રિટીશ કોલંબીયા સમાધાન વર્ગ, ક્યુબેક સમાધાન વર્ગ, અને ઓન્ટેરીયો સમાધાન વર્ગમાં આ મુજબનો સમાવેશ થાય છે:
કેનેડામાં, કેનેડાની મર્યાદામાં, અથવા કેનેડામાંથી માલસમાન વહન માટેની એરફ્રેઇટ શીપીંગ સેવાઓ (અહીં 'એરફ્રેઇટ શીપીંગ સેવાઓ) ખરીદનાર તમામ વ્યક્તિઓ , એવી વ્યક્તિઓ સહિત કે જેમણે જાન્યુઆરી 1, 2000 થી સપ્ટેમ્બર 11, 2006 સુધીના સમયગાળા દરમિયાન, કોઇપણ એર કાર્ગો કેરીયર, મર્યાદા વિનાના, પ્રતિવાદીઓ, અને ખાસ Lufthansa સહિત. પ્રતિવાદીઓ, તેમના માતાપિતા, કર્મચારીઓ, તાબેદારો અને દત્તક, અધિકારીઓ અને ડાયરેક્ટર્સસમાધાન વર્ગ(વર્ગો)માંથી બાકાત છે.
સમાધાન વર્ગ સમયગાળા દરમિયાન યુનાઇટેડ સ્ટેટસ અને કેનડા વચ્ચે માલસમાન માટે એર કાર્ગો શીપીંગ સેવાઓની ખરીદીનો સમાવેશ યુ.એસ. સમાધાન કરાર હેઠળ થાય છે કેનેડીયન સમાધાન કરાર હેઠળ નહીં. જો તમે યુનાઇટેડ સ્ટેટસ અને કેનેડા વચ્ચે માલસમાન માટે એર કાર્ગો શીપીંગ સેવાઓ ખરીદ કરી હોય તો તમે યુ.એસ. ક્લાસ એકશનના ક્લાસ સભ્ય છો અને તમારા અધિકારો કેવી રીતે પ્રભાવિત થયા છે તેની સમીક્ષા કરવા માટે સૂચિત સમાધાનની યુ.એસ. નોટીસ તમારે ધ્યાને લેવી ફરજિયાત છે.
સૂચિત સમાધાનો શું છે?
યુ.એસ. સમાધાન:
સૂચિત Lufthansa સમાધાન કરારનું વર્ણન માત્ર એક સાર છે. યુ.એસ. Lufthansa સમાધાન કરાર (કરવામાં આવેલ ચાર સુધારાઓ સહિત) આ વેબસાઇટ પર અને નોટીસ માં દર્શાવેલ સરનામાં પર યુ.એસ. કોર્ટની ફાઇલ પર ઉપલબ્ધ છે.
Lufthansa સમાધાન વર્ગ વતી, વાદીઓ Lufthansa સમાધાનમાં દાખલ થયા છે. Lufthansa $85 મિલીયન ડોલર (ઉપરાંત ચડત વ્યાજ) ચુકવવા માટે અને અન્ય વાદીઓ વિરુદ્ધ તેમનો મુકદ્દમો ચાલુ રાખવામાં સહકાર માટે સમાધાન વર્ગ સલાહકાર આપવા સહમત થયું છે. Lufthansa તેના વિરુદ્ધ જાહેર થયેલ તમામ દાવાઓમાંથી, એકશનમાં રહેલ Lufthansa સમાધાન વર્ગ વતી મુક્ત થશે. બિન-સમાધાનકારી પ્રતિવાદીઓ સામે કાર્યવાહી આગળ વધશે. યુ.એસ. Lufthansa સમાધાન કરારની શરતો હેઠળ મુક્ત ન થતા એકશનમાં રહેલાં Lufthansa વિરુદ્ધ આરોપીત તમામ દાવાઓ માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.
કેનેડીયન સમાધાનઃ
Lufthansa સૂચિત સમાધાન કરારનું વર્ણન માત્ર એક સાર છે. સંપૂર્ણ કેનેડીયન Lufthansa સમાધાન કરાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. કેનેડીયન સમાધાન કરારની શરતોને આધીન, કેનેડીયન સમાધાન વર્ગોના લાભો માટે સમાધાન ભંડોળમાં Lufthansa $5,338,000 યુ.એસ.ડી. ચૂકવવા સહમત થયું છે. કેનેડીયન સમાધાન કરારની શરતો હેઠળ, કેનેડીયન સમાધાન વર્ગ કાઉન્સીલ, અને/અથવા તેમના નિષ્ણાતોને કોઇપણ કાર્યવાહીઓ, નિવેદનો, એટર્ની મીટીંગો, અથવા મુલાકાતો કે જેમાં યુ.એસ. સમાધાન કરારને આધીન યુ.એસ. સમાધાન વર્ગ સલાહકાર ભાગ લઇ શકે અને સંબંધિત સમયગાળા દરમિયાન કેનેડામાં, કેનેડા સુધી અથવા કેનેડામાંથી એર કાર્ગો શીપીંગ સેવાઓ સાથે સંબંધિત હોવાનું કેનેડીયન સમાધાન વર્ગ સલાહકારને યોગ્ય લાગે તે મુજબ ભાગ લઇ શકે તેના માટે Lufthansa અધિકૃત કરે છે. યુ.એસ. સમાધાન વર્ગ સલાહકારને Lufthansa જે કોઇ અને તમામ સહકાર સામગ્રીઓ પૂરી પાડેલ છે અથવા પૂરી પાડવામાં આવશે તે તમામ સામગ્રી કેનેડીયન સમાધાન વર્ગો પણ મેળવવા પાત્ર છે. વધુમાં, કેનેડીયન સમાધાન કરારમાં દર્શાવેલ ચોક્કસ શરતોને આધીન Lufthansa પોતાના ખર્ચે, મુલાકાતો માટે હાલના કે પૂર્વેના ડિરેક્ટર્સ, અધિકારીઓ અને કર્મચારીઓને, જાહેરનામા અને/અથવા સોગંદનામા, નિવેદનો, અને સુનાવણી સમયે પુરાવાઓ પૂરાં પાડશે. જાહેરનામા અને/અથવા સોગંદનામા પૂરાં પાડવા માટે અને મુલાકાતો, નિવેદનો, અને સુનાવણી સમયે પુરાવાઓ માટે પૂર્વેના ડિરેક્ટર્સ, અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રાખવા માટે Lufthansa યોગ્ય પ્રયાસો કરશે.
યુ.એસ. સમાધાનમાં ફાળવણીનું આયોજન શું છે?
કોર્ટે સમાધાન ભંડોળને (કોર્ટ માન્ય એટર્નીની ફી અને Lufthansa સમાધાન વર્ગ સભ્યો વચ્ચે ભરપાઇ કરેલ મુકદ્દમા ખર્ચાઓ; સમાધાન ભંડોળના કર સંબંધિત ખર્ચા પરના કરવેરા, જો કોઇ હોય; નોટીસના વિભાગ II માં દર્શાવેલ રદ્દબાતલ માટેના ઘટાડા; અને સમાધાન કરાર, ફકરા 61 માં દર્શાવેલ લવાદ ખર્ચા, જો હોય) માન્યતા આપી છે. નોટીસ માં Plan of Allocation (“POA”) (ફાળવણીનું આયોજન) દર્શાવેલ છે.
પીઓએ POA (ફાળવણીનું આયોજન) દર્શાવે છે કે Lufthansa સમાધાન ભંડોળ (કોર્ટ માન્ય એટર્નીઝની ફિ અને ખર્ચા, અને ઉપર દર્શાવ્યા મુજબના અન્ય કોઇ અધિકૃત ખર્ચા) માન્ય દાવા પત્રકો રજુ કરનાર Lufthansa વર્ગ સભ્યોને ફાળવવામાં અને વહેચવામાં આવશે. એરફ્રેઇટ શીપીંગ સેવાઓની પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારની ખરીદીઓ પીઓએ POA (ફાળવણીનું આયોજન) માં દર્શાવવામાં આવી છે. “એરફ્રેઇટ પરીવહન સેવાઓ” નો અર્થ યુનાઇટેડ સ્ટેટ્સની અંદર, તેમાં, અથવા યુનાઇટેડ સ્ટેટમાંથી એરફ્રેઇટ માલ પરીવહન સેવાઓ તરીકે કરવામાં આવે છે. કોઇપણ Lufthansa વર્ગ સભ્યની વસૂલાતને સરખાં દરે ગણતરી કરવા માટેના હેતુઅર્થે, ડોલર્સ સિવાયની ખરીદ રકમોને સમાધાન દાવા વહિવટકર્તા સપ્ટેમ્બર 11, 2006 ના રોજ લાગુ ચલણ વિનિમય દરોનો ઉપયોગ કરીને સરખી ડોલર રકમમાં રૂપાંતરીત કરશે.
POA (ફાળવણીનું આયોજન) વિશેની વધુ માહિતી માટે, કૃપા કરી નોટીસ તપાસો.
યુ. એસ. સમાધાનમાં હું કેવી રીતે દાવો નોંધાવી શકું? દાવો નોંધાવાની અંતિમ મર્યાદા ક્યારની છે?
જો તમે યુ.એસ. સમાધાન માટેના ઉપર વર્ણવેલ Lufthansa સમાધાન વર્ગની વ્યાખ્યા હેઠળ સમાવિષ્ટ કોઇ વ્યક્તિ કે સત્તા હો અને સમાધાનમાં ભાગ લેવા માગતા હો, તો તમારે એક દાવા પત્રક રજુ કરવું ફરજિયાત છે.
જો તમને ટપાલથી નોટીસ પ્રાપ્ત થઇ હોય, તો તમને દાવા પત્રક મળી ચૂક્યું હશે. જો તમે ઓનલાઇન નોટીસની સમીક્ષા કરતા હો, અથવા Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) દાવા વહીવટકર્તા પાસેથી ટપાલ સિવાય અન્ય કોઇ રીતે નકલ મળી હોય તો તમે આ વેબસાઇટ પર એક દાવા પત્રક માટેની અરજી કરી શકશો અથવા Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) દાવા વહીવટકર્તા આ નંબર પર કોલ કરી મેળવી શકશો: 1 (800) 749-3518 પર યુ.એસ. અને કેનેડા (વિના મૂલ્યે) માટે; અથવા 1 (941) 906-4822 પર આંતરરાષ્ટ્રીય (ચૂકવણી).એર કાર્ગો સમાધાનના વિના મૂલ્યના અને ચૂકવણીના ટેલીફોન નંબર્સની એક સંપૂર્ણ યાદી આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
સંપૂર્ણ રીતે ભરેલ દાવા પત્રકો Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) Claims Administrator અથવા Air Cargo Settlement, c/o The Garden City Group, Inc., P.O. Box 9162, Dublin, OH 43017-4162, USA સરનામે મોકલવા ફરજિયાત છે. દાવા પત્રકો ફેબ્રુઆરી 12, 2009 પછીના પોસ્ટમાર્કવાળા હોવા જોઇએ નહીં. જો તમે સમયસર, યોગ્ય સરનામે દાવા પત્રક પોસ્ટ કરવામાં નિષ્ફળ જાવ, તમારો દાવો નામંજુર થઇ શકે અને Lufthansa સમાધાન ભંડોળમાંથી કોઇપણ વસૂલાતમાંથી તમને બાકાત રાખવામાં આવી શકે છે.
સમાધાન સાથે સહમતિ સાધીને હું કયા હક્કો જતા કરી રહ્યો છું?
યુ.એસ. સમાધાન:
જ્યારે Lufthansa સમાધાન કરાર નક્કી થાય ત્યારે જો તમે તમારી જાતને Lufthansa સમાધાન વર્ગમાંથી બાકાત ન કરો તો તમે નોટીસ માં દર્શાવેલ દાવા માટે Lufthansa છોડશો, અને જો તમે Lufthansa સમાધાન ભંડોળમાં ભાગ ન લો અથવા દાવા પત્રક રજુ ન કરો તો પણ - Lufthansa સમાધાન કરારમાંની મુક્તિ તમને બંધનકર્તા રહેશે.
Lufthansa ની $85 મિલીયન (પોતાની જાતને બાકાત રાખનાર Lufthansa સમાધાન વર્ગ સભ્યો માટે ઘટવાપાત્ર છે)ની ચૂકવણી અને Lufthansa આર્થિક સહકારના બદલામાં, Lufthansa સમાધાન વર્ગ સભ્યોને દાવાની મુક્તિ બંધનકર્તા રહેશે, સમાધાન કરાર અને નોટીસ માં દર્શાવ્યા અનુસાર વર્ગ ચુકાદાઓમાં તેમનો સમાવેશ કરવામાં આવશે..
કેનેડીયન સમાધાનઃ
જ્યારે સમાધાન કરાર નક્કી થાય ત્યારે, જો તમે તમારી જાતને કેનેડીયન ક્લાસ એકશન્સમાંથી બાકાત ન રાખો, તો તમને આ કેસ સાથે જોડાયેલ તમામ દાવાઓ માટે Lufthansa માંથી મુક્તિ મળશે અને તમને મુક્તિ અને/અથવા દાવો ન કરવો, બંધનકર્તા રહેશે જેનો સમાવેશ કેનેડીયન સમાધાન કરાર માં કરવામાં આવ્યો છે. ક્યુબેક સમાધાન વર્ગ સભ્યો કે જેમણે કાર્યવાહીની શરૂઆત કરી છે અથવા શરૂઆત કરે છે અને ક્યુબેક વર્ગમાંથી બહિષ્કાર માટેના અંતિમ સમય સુધીમાં તેઓ આવી કાર્યવાહી અટકાવવામાં નિષ્ફળ ગયા હોય તો તેમણે બહિષ્કાર કરવાનું પસંદ કર્યું છે એમ માનવામાં આવશે.
કેનેડીયન સમાધાન કરારમાં સમાવિષ્ટ મુક્તિ નોટીસમાં દર્શાવેલ છે.
સમાધાનોમાં પ્રતિવાદીઓનું કોણ પ્રતિનિધિત્વ કરે છે?
Deutsche Lufthansa AG, Lufthansa Cargo AG, અને Swiss International Air Lines Ltd. માટે યુ.એસ. સલાહકાર:
Eric J. Mahr
Natalya K. Scimeca
WILMER CUTLER PICKERING HALE AND DORR LLP
1875 Pennsylvania Avenue, N.W.
Washington, D.C. 20006
Deutsche Lufthansa AG, Lufthansa Cargo AG, અને Swiss International Air Lines Ltd. માટે કેનેડીયન સલાહકાર:
Robert E. Kwinter
Blake, Cassels & Graydon LLP
199 Bay Street
Suite 2800, Commerce Court West
Toronto, ON M5L 1A9
સમાધાનોમાં સમાધાન વર્ગોનું કોણ પ્રતિનિધિત્વ કરે છે?
યુ.એસ. સમાધાન વર્ગ સલાહકારઃ
| Michael D. Hausfeld HAUSFELD LLP 1700 K Street, NW Suite 650 Washington, DC 20006 Robert N. Kaplan KAPLAN FOX & KILSHEIMER LLP 850 Third Avenue New York, NY 10022 Henry A. Cirillo THE FURTH FIRM LLP 225 Bush Street, 15th Floor San Francisco, CA 94104 Steven N. Williams (SW-6198) COTCHETT, PITRE & MCCARTHY 840 Malcolm Road, Suite 200 Burlingame, CA 94010 |
Hollis Salzman LABATON SUCHAROW LLP 140 Broadway New York, NY 10005 Howard J. Sedran LEVIN, FISHBEIN, SEDRAN & BERMAN 510 Walnut Street Philadelphia, PA 19106 W. Joseph Bruckner LOCKRIDGE GRINDAL NAUEN P.L.L.P. 100 Washington Avenue South, Suite 2200 Minneapolis, MN 55401 Christopher Lovell LOVELL STEWART HALEBIAN LLP 500 Fifth Avenue, Suite 58 New York, NY 10110 |
કેનેડીયન સમાધાન વર્ગ સહ-સલાહકારઃ
Charles M. Wright
Siskinds LLP
680 Waterloo Street
London, ON N6A 3V8
ક્યુબેક સમાધાન વર્ગ સલાહકારઃ
Irwin Liebman
Liebman Associés
1 Westmount Square #1500
Montreal, Québec H3Z 2P9
સમાધાન વર્ગોમાંથી મારી જાતને હું કેવી રીતે બાકાત રાખી શકુ?
યુ.એસ. સમાધાનઃ
Lufthansa સમાધાન વર્ગમાંથી તમારી જાતને બાકાત રાખવા માટે, તમારા આ મુજબની સ્પષ્ટ માહિતી સાથે લેખિતમાં અરજી દાખલ કરવી ફરજિયાત છે:
- તમારું નામ, સરનામું, અને ફોન નંબર;
- તમે અથવા તમારો વ્યવસાય જે વ્યવસાયિક નામ અને સરનામાંનો ઉપયોગ કરે છે તે તમામ, સાથે કોઇ માતૃસંસ્થા, પેટાસંસ્થા અથવા સંયોજનો કે જેમણે જાન્યુઆરી 1, 2000 થી સપ્ટેમ્બર 11, 2006 ની તારીખોના કોઇપણ સમય દરમિયાન એરફ્રેઇટ શીપીંગ સેવાઓની ખરીદી કરી હોય અને તેઓ Lufthansa સમાધાન વર્ગમાંથી બાકાત રહેવા માટે અરજી કરી રહ્યાં હોય;
- એકશનનું નામ (In re Air Cargo Shipping Services Antitrust Litigation (રી એર કાર્ગો શીપીંગ સેવાઓ વિશ્વાસઘાત મુકદ્દમો);
- તમને વિનંતી કરવામાં આવે છે કે તમામ એર કેરીયર્સની તપાસ કરો કે જેના પાસેથી તમે જાન્યુઆરી 1, 2000 થી સપ્ટેમ્બર 11, 2006 ના સમય દરમિયાન એરફ્રેઇટ શીપીંગ સેવાઓની ખરીદ કરી હોય તેના માટે તમે અંદાજિત કુલ રકમની ચૂકવણી તપાસો
Lufthansa સમાધાનમાંથી બાકાતની અરજીઓ ફર્સ્ટ-ક્લાસ મેઇલથી મોકલવી ફરજિયાત છે (તમારી બાકાત અરજી પ્રમાણિત મેઇલથી દાખલ કરવા માટે તમને વિનંતી કરવામાં આવે છે, પરંતુ આવશ્યક નથી), નવેમ્બર 12, 2008 પછીનો પોસ્ટમાર્ક ન હોવો જોઇએઃ
Air Cargo Settlement
c/o The Garden City Group, Inc.
P.O. Box 9162
Dublin, OH 43017-4162 USA
Lufthansa સમાધાન વર્ગમાંથી બાકાત રહેવા માટે, આ મુકદ્દમામાં કોઇ બાબતે સંચાલનમાંથી કોઇ દાવાઓ ઊભાં થાય તેના આધારીત કોઇપણ પ્રતિવાદીઓ સામે જો તમે તમારો પોતાનો મુકદ્દમો દાખલ કરેલ હોય અથવા દાખલ કરવા માગતા હોય તો પણ અહીં દર્શાવેલ રીતે તમારે સમયસર બાકાત અરજી મોકલવી ફરજિયાત છે.
ILufthansa સમાધાન કરારમાંથી જો તમે તમારી જાતને બાકાત રાખવા માગતા હો, Lufthansa સમાધાન કરાર તમને બંધનકર્તા રહેશે નહીં અને Lufthansa સામે તમે તમારા પોતાના ખર્ચે સ્વતંત્ર દાવાઓ ધરાવી શકશો. આમછતાં, જો તમે તમારી જાતને બાકાત રાખો, તો Lufthansa સમાધાન ભંડોળમાં ભાગ માટે તમે લાયક રહેશો નહીં.
કેનેડીયન સમાધાનઃ
જો તમે "બહાર નીકળવાનું પસંદ” ન કરો, અને માન્ય હો, તો તમને કેનેડીયન સમાધાન કરાર તમને બંધનકર્તા રહેશે. જો તમે કેનેડીયન સમાધાન વર્ગોમાં રહેવાનું પસંદ કર અને બહાર ન નીકળવાનું પસંદ કરો, તો તમે કમ્પીટીશન એક્ટના ઉલ્લંઘનમાં જેમ કે ભાવ-બાંધણુ, અથવા એર કાર્ગો શીપીંગ માટેના બજારમાં આરોપીત વ્યવહાર સંબંધિત કોઇ આરોપીત વ્યવહારો માટે અન્ય દાવાઓ કે કાનુની પ્રક્રિયા લાવી કે જાળવી શકશો નહીં. ભવિષ્યમાં કેનેડીયન વર્ગ એકશન્સની પસંદગી માટે કોઇ વધુ હક્કો પૂરાં પાડવામાં આવશે નહીં. જો તમે કેનેડીયન વર્ગ એકશન્સની બહાર રહેવાનું પસંદ કરો, તો તમે અન્ય બિન-સમાધાનકારી પ્રતિવાદીઓ સામે કેનેડીયન સમાધાન કરાર અથવા કોઇ અન્ય સમાધાન અથવા આપેલ ચૂકાદામાં ભાગ લેવા સક્ષમ બનશો નહીં.
ઓન્ટેરીયો અને/અથવા બ્રિટીશ કોલંબીયા સમાધાન વર્ગોઃ જો તમે આ વર્ગોમાંથી કોઇપણ એકમાં તમારી જાતને બાકાત રાખવા માગતા હો, તો તમારે આમ કરવા માટેની બહિષ્કારની લેખિત અરજી પરત રસીદની અરજી સાથે, પૂર્વે ચૂકવેલ ટપાલખર્ચ, નવેમ્બર 12, 2008 ના રોજ અથવા પહેલાંના પોસ્ટમાર્કની પ્રમાણિત મેઇલથી આ સરનામે મોકલવી ફરજિયાત છે:
Air Cargo Settlement
c/o The Garden City Group, Inc.
P.O. Box 9162
Dublin, OH 43017-4162 USA
ક્યુબેક સમાધાન વર્ગઃ જો તમે આ ક્યુબેક સમાધાન વર્ગમાંથી તમારી જાતને બાકાત રાખવા માગતા હો, તો તમારે આમ કરવા માટેની બહિષ્કારની લેખિત અરજી પરત રસીદની અરજી સાથે, પૂર્વે ચૂકવેલ ટપાલખર્ચ, નવેમ્બર 12, 2008 ના રોજ અથવા પહેલાંના પોસ્ટમાર્કની પ્રમાણિત મેઇલથી આ સરનામે મોકલવી ફરજિયાત છે :
Clerk of the Superior Court of Québec
1 Notre-Dame Street East
Montréal, Québec H2Y 1B6
આવશ્યક માહિતીઃ કેનેડીયન વર્ગ એકશન્સમાંથી બહિષ્કારની તમામ અરજીમાં આ મુજબની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવેલ હોય તે ફરજિયાત છે:
- તમારું નામ, સરનામું, અને ફોન નંબર;
- તમે અથવા તમારો વ્યવસાય જે વ્યવસાયિક નામ અને સરનામાંનો ઉપયોગ કરે છે તે તમામ, સાથે કોઇ માતૃસંસ્થા, પેટાસંસ્થા અથવા સંયોજનો કે જેમણે સંબંધિત સમયગાળાના કોઇપણ સમય દરમિયાન એરફ્રેઇટ શીપીંગ સેવાઓની ખરીદી કરી હોય અને તેઓ સમાધાન વર્ગમાંથી બાકાત રહેવા માટે અરજી કરી રહ્યાં હોય;
- કેસનું નામ (Canadian Air Cargo Shipping Services Class Actions (કેનેડીયન એર કાર્ગો શીપીંગ સેવાઓ વર્ગ કાર્યવાહી)
- વર્ગ(ર્ગો) કે જેમાંથી તમે બાકાત રહેવા માગો છો
- જાન્યુઆરી 1, 2000 થી સપ્ટેમ્બર 11, 2006 ના સમય વચ્ચે તમે ખરીદ કરેલ તમામ એર કાર્ગો શીપીંગ સેવાઓનું મૂલ્ય
- “હું/અમે આ સાથે અરજી કરીએ છીએ કે હું/અમે Canadian Air Cargo Shipping Services Class Action (કેનેડીયન એર કાર્ગો શીપીંગ સેવા વર્ગ કાર્યવાહી) માંથી બાકાત રહેવા માગીએ છીએ” એમ દર્શાવતું સહી કરેલ નિવેદન.
કેનેડીયન ક્લાસ એકશન્સમાંથી બાકાત રહેવા માટે, આ મુકદ્દમામાં કોઇ બાબતે સંચાલનમાંથી કોઇ દાવાઓ ઊભાં થાય તેના આધારીત કોઇપણ પ્રતિવાદીઓ સામે જો તમે તમારો પોતાનો મુકદ્દમો દાખલ કરેલ હોય અથવા દાખલ કરવા માગતા હોય તો પણ તમારે સમયસર બાકાત અરજી મોકલવી ફરજિયાત છે. ક્યુબેક સમાધાન વર્ગ સભ્યો કે જેમણે કાર્યવાહીની શરૂઆત કરી છે અથવા શરૂઆત કરે છે અને ક્યુબેક વર્ગમાંથી બહિષ્કાર માટેના અંતિમ સમય સુધીમાં તેઓ આવી કાર્યવાહી અટકાવવામાં નિષ્ફળ ગયા હોય તો તેમણે બહિષ્કાર કરવાનું પસંદ કર્યું છે એમ માનવામાં આવશે.
હું કંઇ ન કરું તો શું?
Lufthansa સમાધાન વર્ગોમાંથી જો તમે બાકાત રહેવા માગતા ન હો અને દાવા પત્રક તમે દાખલ કરેલ ન હોય, તો Lufthansa સમાધાન ભંડોળમાંથી તમે ચૂકવણી મેળવવા માટે લાયક ઠરશો નહીં અને મુક્તિઓમાં વર્ણવેલ દાવાઓમાંથી Lufthansa ને મુક્ત કરશો.
અંતિમ નિર્ણય સુનાવણી ક્યારે અને ક્યાં હોય છે?
યુ.એસ. સમાધાન:
ડિસેમ્બર 12, 2008ના રોજ સવારે 11:30 ના સમયે ન્યુયોર્ક, યુનાઇટેડ સ્ટેટ કોર્ટહાઉસ ઇસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ, યુનાઇટેડ સ્ટેટસ ડિસ્ટ્રીક્ટ કોર્ટ, United States District Court for the Eastern District of New York, United States Courthouse, (ન્યુયોર્કના ઉત્તરી જિલ્લા માટે યુનાઇટેડ રાજ્ય જિલ્લા કોર્ટ, યુનાઇટેડ સ્ટેટસ કોર્ટહાઉસ) 225 Cadman Plaza East, Brooklyn, NY 11201ના કાર્યક્રમ કોર્ટરૂમમાં કોર્ટે યોગ્ય સુનાવણી નક્કી કરી છે. આ યોગ્ય સુનાવણી સમયે કોર્ટ નક્કી કરશે કે સૂચિત Lufthansa સમાધાન એ યોગ્ય, વ્યાજબી અને પર્યાપ્ત છે કે કેમ.
કેનેડીયન સમાધાનઃ
કેનેડામાં, કરાર લાગુ કરવા માટે દરે કોર્ટે કેનેડીયન સમાધાન કરારને માન્યતા આપવી ફરજિયાત છે. કેનેડીયન સમાધાન કરારને માન્યતા આપવાની પ્રક્રિયાની સુનાવણી Ontario Superior Court of Justice (ઓન્ટેરીયો ન્યાયની મુખ્ય કોર્ટ) લંડનના શહેરમાં જાન્યુઆરી 28, 2009 ના રોજ સવારે 10:00 વાગ્યે, Superior Court of Québec (ક્યુબેક મુખ્ય કોર્ટ) મોન્ટ્રીયલના શહેરમાં માર્ચ 9-10, 2009 ના રોજ સવારે 9:00 વાગ્યે, અને Supreme Court of British Columbia (બ્રિટીશ કોલંબીયાની સુપ્રિમ કોર્ટ) વાનકુંવરના શહેરમાં ફેબ્રુઆરી 27, 2009 ના રોજ સવારે 10:00 વાગ્યે હાથ ધરવામાં આવશે. કેનેડીયન સમાધાન કરારના સંદર્ભમાં સમાધાન વર્ગ સભ્યો સુનાવણી સમયે હાજર રહેવાનો અને નિવેદનો રજુ કરવાનો હક્ક ધરાવે છે.
વર્ગ સભ્યો અંતિમ નિર્ણય સુનાવણીઓમાં ફરજિયાત હાજર રહેશે?
ના, અંતિમ નિર્ણય સુનાવણીઓમાં વર્ગ સભ્યોએ હાજર રહેવાની આવશ્યકતા નથી. આમછતાં, જો તમે હાજર રહેવા માગતા હો, તો તમારે નોટીસ માં દર્શાવેલ આવશ્યકતાઓની પૂર્તિ કરવી ફરજિયાત છે. જુઓ Hસમાધાનોમાં મારાં કોઇ સૂચનો અથવા વાંધાઓ કેવી રીતે ઉઠાવી શકુ?
સમાધાનોમાં મારાં કોઇ સૂચનો અથવા વાંધાઓ કેવી રીતે ઉઠાવી શકુ?
યુ.એસ. સમાધાન:
જો તમે Lufthansa સમાધાન વર્ગમાંથી તમારી બાકાતી માટે અરજી કરેલ ન હોય, તો તમે Lufthansa સમાધાન વર્ગના સભ્ય તરીકે રહી શકશો અને દાવા પત્રક રજુ કરો, પરંતુ તે જ સમયે Lufthansa સમાધાનની કોઇ બાબતો વિશે વાંધો ઉઠાવી શકશો. દાવો રજુ કરવાની અંતિમ તારીખ નવેમ્બર 12, 2008 છે.
જો તમે Lufthansa સમાધાન વર્ગમાંથી તમારી બાકાતી માટે અરજી કરેલ ન હોય અને સમાધાન સામે તમે વાંધો ઉઠાવો, યોગ્ય સુનાવણી સમયે કોઇ પુરાવા અથવા દલીલ કે કોર્ટના માનવા મુજબ યોગ્ય અને સંલગ્ન હોય તેને રજુ કરવા માટેતમે વ્યક્તિ અથવા સલાહકારની મદદથી (તમારા પોતાના ખર્ચે) હાજર રહી શકશો.
કોર્ટમાં તમારો દાવો ધ્યાનમાં લેવા માટે, તમારે આ મુજબ લેખિત વાંધાની માહિતી રજુ કરવી ફરજિયાત છેઃ
- હાજર રહેવા માટેના ઇરાદાની નોટીસ;
- Lufthansa સમાધાન વર્ગમાં સભ્યપદનો પુરાવો; અને
- વાંધા માટેની ચોક્કસ બાબતો અને કોઇ કારણો કે શા માટે તમે હાજર રહેવા અને તમારા વાંધા સાંભળવામાં આવે તેમ તમે ઇચ્છો છો, આ સાથે કોર્ટ ધ્યાન પર લે એમ તમે ઇચ્છતા હો તે તમામ દસ્તાવેજો અથવા લેખિત અરજીઓ.
આ પ્રકારના વાંધા કોર્ટમાં નોંધાવવા અને સમાધાન વર્ગ સલાહકારને મોકલવા ફરજિયાત છે અને નીચે Lufthansa ના સલાહકારના સરનામાંઓ આપવામાં આવ્યાં છે, નવેમ્બર 12, 2008 થી મોડા નહીં. આ રીતે કોઇ વ્યકિત વાંધા નોંધાવવા નિષ્ફળ જાય તો તેના વાંધાઓ તેમણે જતા કર્યા છે એમ માનવામાં આવશે અને એકશનમાં અથવા કોઇપણ કાર્યવાહીમાં આ પ્રકારના વાંધાઓ ઉઠાવવા માટે તેના પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે, સિવાય કે માફી માટેના યોગ્ય કારણો રજુ કરવામાં આવે અને કોર્ટની માન્યતા મળે.
કોર્ટઃ
Clerk of the Court
United States District Court
Eastern District of New York
225 Cadman Plaza East
Brooklyn, NY 11201
Lufthansaના સલાહકારઃ
Eric J. Mahr
Natalya K. Scimeca
WILMER CUTLER PICKERING HALE AND DORR LLP
1875 Pennsylvania Avenue, N.W.
Washington, D.C. 20006
સમાધાન વર્ગ સલાહકારઃ
| Michael D. Hausfeld HAUSFELD LLP 1700 K Street, NW Suite 650 Washington, DC 20006 Robert N. Kaplan KAPLAN FOX & KILSHEIMER LLP 850 Third Avenue New York, NY 10022 Henry A. Cirillo THE FURTH FIRM LLP 225 Bush Street, 15th Floor San Francisco, CA 94104 Steven N. Williams (SW-6198) COTCHETT, PITRE & MCCARTHY 840 Malcolm Road, Suite 200 Burlingame, CA 94010 |
Hollis Salzman LABATON SUCHAROW LLP 140 Broadway New York, NY 10005 Howard J. Sedran LEVIN, FISHBEIN, SEDRAN & BERMAN 510 Walnut Street Philadelphia, PA 19106 W. Joseph Bruckner LOCKRIDGE GRINDAL NAUEN P.L.L.P. 100 Washington Avenue South, Suite 2200 Minneapolis, MN 55401 Christopher Lovell LOVELL STEWART HALEBIAN LLP 500 Fifth Avenue, Suite 58 New York, NY 10110 |
કેનેડીયન સમાધાનઃ
સમાધાનમાં જો તમે કોઇ સૂચનો કરવા માગતા હો અથવા વાંધો ઉઠાવવા માગતા હો, તો નીચે દર્શાવેલ દરેક વકીલોને લેખિત નિવેદન નવેમ્બર 12, 2008 સુધીમાં મોકલવું ફરજિયાત છેઃ
|
સમાધાન વર્ગ સભ્યો, ક્યુબેક સમાધાન વર્ગ સભ્યો સિવાય, તરફથી વાંધાઓ કેનેડીયન સમાધાન વર્ગ સહ-સલાહકારને મોકલવા જોઇએઃ Charles M. Wright ક્યુબેક સમાધાન વર્ગ સભ્યો તરફથી વાંધાઓ ક્યુબેક સમાધાન વર્ગ સલાહકારને મોકલવા જોઇએઃ Irwin Liebman |
Robert E. Kwinter કેનેડીયન સલાહ માટે Deutsche Lufthansa AG, Lufthansa Cargo AG, અને Swiss International Air Lines Ltd. |
તમામ નિવેદનો યોગ્ય કોર્ટમાં મોકલવા જોઇએ, અને નોંધાયેલ તમામ નિવેદનો યોગ્ય કોર્ટ ધ્યાનમાં લેશે. જો તમે નવેમ્બર 12, 2008 સુધીમાં તમે લેખિત નિવેદન નોંધાવેલ ન હોય તો સમાધાન નિર્ણય સુનાવણીમાં તમે મૌખિક નિવેદનો અથવા અન્ય રીતે, ભાગ લેવા માટે હક્કદાર બનશો નહીં.
સમાધાનો વિશે વધુ માહિતી હું ક્યાથી મેળવી શકીશ?
જો તમારા પ્રશ્નનો ઉત્તર વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોય, તો તમે Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) દાવા સંચાલકનો સંપર્ક આ ઇમેઇલ પર કરી શકશોઃ administrator@aircargosettlement.com. તમે ટેલીફોનથી Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) દાવા સ સંચાલકનો સંપર્ક પર કરી શકશો. યુ.એસ. અને કેનેડામાં, તમે નિઃશુલ્ક નંબર 1 (800) 749-3518 પર ફોન કરી શકશો. આ દેશો બહારના સ્થળેથી જો તમે યુ.એસ. અથવા કેનેડામાં ફોન કરશો તો તમને ખર્ચ લાગશે. યુ.એસ. અથવા કેનેડા સિવાયના સ્થળો પરથી, તમે આ નંબર પર ફોન કરી શકશોઃ 1 (941) 906-4822. આ ટેલીફોન નંબર પર ફોન કરવાથી ખર્ચ લાગશે. Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) દાવા સ સંચાલક માટે દેશના નિશુઃલ્ક અને શુલ્ક ટેલીફોન નંબર્સની યાદી જૂઓ. આ સરનામે Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) દાવા સંચાલકને લેખિત પણ મોકલાવી શકશોઃ
Air Cargo Settlement
c/o The Garden City Group, Inc.
PO Box 9162
Dublin, OH 43017-4162 USA
નોટીસ અથવા Lufthansa સમાધાન કરાર વિશે જો તમારા કોઇ પ્રશ્નો હોય, તો ઉપર જણાવેલ કોઇપણ સમાધાન વર્ગ સલાહકારના સરનામાં પર લેખિતમાં સંપર્ક કરી શકશો.
જો મારું સરનામું બદલાયેલ હોય, તો તેને હું કેવી રીતે સુધારી શકીશ?
તમારા દાવા પત્રકમાં પહેલાં છપાયેલ સરનામાંથી હાલમાં તે જૂદું હોય, અથવા તમારા સરનામાંમાં ફેરફાર થયો હોય, કૃપા કરી તમારી હાલની માહિતી આ વેબસાઇટ પર એન્ટર કરો, અથવા આ સરનામે Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન)દાવા સંચાલકને મોકલોઃ
Air Cargo Settlement
c/o The Garden City Group, Inc.
PO Box 9162
Dublin, OH 43017-4162 USA
સમાધાનોમાં એટર્નીઝને કેટલી રકમની ચૂકવણી કરવામાં આવશે?
યુ.એસ. સમાધાન:
આજ સુધી, આ એકશનમાં એટર્નીઝ વાદીઓ અને સૂચિત વર્ગની રજુઆત કરતા રહ્યાં છે (Lufthansa સમાધાન વર્ગ સહિત) અને તેમની સેવા માટે કોઇ ચૂકવણી કે તેમના ખર્ચાની કોઇ ભરપાઇ તેમણે મેળવી નથી. પહેલાં નોંધ્યું છે કે, એટર્નીઝની ફિ અને ખર્ચાની ચૂકવણી માટે તમે વ્યક્તિગત રીતે જવાબદાર નથી. મુકદ્દમો ચલાવવા માટે તેમના સમય અને જોખમ માટે તેમનું વળતર સપૂર્ણ આનુષંગિક ફીના ધોરણ પર હોવાથી, સમાધાન વર્ગ સલાહકાર કોર્ટને એટર્નીની ફિના ઇનામ માટે પૂછશે - જે Lufthansa સમાધાન ભંડોળમાંથી બાદ થશે - જે રકમ Lufthansa સમાધાન ભંડોળના 30% થી વધુ રહેશે નહીં, સાથે સાથે મુકદ્દમાની કાર્યવાહીમાં થયેલ વાસ્તવિક ખર્ચાની ભરપાઇ, $2.5 મિલીયનથી વધુ થશે નહીં.
કેનેડીયન સમાધાનઃ
કેનેડીયન સમાધાન વર્ગના ફિ, ચૂકવણી અને કરો કોર્ટ નક્કી કરશે અને તેની ચૂકવણી કેનેડીયન સમાધાન ભંડોળમાંથી કરવામાં આવશે. કેનેડીયન સમાધાન સલાહકારની ફિ કેનેડીયન સમાધાન ભંડોળના 25% વધુ રકમની રહેશે નહીં, વત્તા આજ સુધી કરવામાં આવેલ ચૂકવણી અને કરોને કોર્ટ માન્યતા આપશે. વધુમાં, કેનેડીયન સમાધાન વર્ગ સલાહકાર કેનેડીયન સમાધાન ભંડોળમાંથી ચૂકવણી કરવા માટે કોર્ટમાં કાર્યવાહી કરવાના અધિકાર માટે અને કોઇ ભવિષ્યના વિચિત્ર ખર્ચા માટે મહત્તમ સીડીએન $500,000 અને ભવિષ્યની ચૂકવણીઓ માટે મહત્તમ સીડીએન $500,000 ની રકમ રીઝર્વ રાખશે.
કેનેડીયન સમાધાનના સંચાલન સંબંધિત આધુનિક માહિતી મેળવવા માટે મારે કેવી રીતે નોંધણી કરાવવાની રહેશે?
જો તમને મેઇલથી નોટીસ મળેલ હોય, વધુ માહિતી તમને મોકલવામાં આવે તેની ખાતરી કરવા માટે તમારે કોઇપણ પગલાં લેવા જોઇશે. જો, આમછતાં, તમને મેઇલથી નોટીસ મળેલ ન હોય, તો કેનેડીયન સમાધાન ભંડોળની કોઇ ભવિષ્યની વહેંચણી સંબંધિત માહિતી સહિતની, વધુ માહિતી તમને મોકલવામાં આવે તેની ચોક્કસાઇ માટે તમારે દાવા સંચાલકને તમારી નોંધણી કરાવવી ફરજિયાત છે.
તમે આ વેબસાઇટ પર નોંધણી ઓનલાઇન નોંધણીકરણ ફોર્મ સંપૂર્ણ ભરીને, અથવા ફોર્મ ડાઉનલોડ કરી તમારું સંપૂર્ણ ભરેલ નોંધણી ફોર્મ આ સરનામે મોકલી શકશોઃ Air Cargo Settlement, c/o The Garden City Group, Inc., P.O. Box 9162, Dublin, OH, 43017-4162, USA. તમારી નોંધણી કરાવવા માટે Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) ને આ નંબર પર ફોન પણ કરી શકશો: 1 (800) 749-3518 પર યુ.એસ. અને કેનેડા (વિના મૂલ્યે) માટે; અથવા 1 (941) 906-4822 પર આંતરરાષ્ટ્રીય (ચૂકવણી). Air Cargo Settlement (એર કાર્ગો સમાધાનના) વિના મૂલ્યના અને ચૂકવણીના ટેલીફોન નંબર્સની એક સંપૂર્ણ યાદી આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. નોંધણી ફોર્મની અરજી તમે ઉપર દર્શાવેલ સરનામાં પર Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) ને લેખિતમાં પણ મોકલાવી શકશો.
