(United States : સ્થળ બદલાવો)

પરીચય

જો તમે યુનાઇટેડ સ્ટેટસ અથવા કેનેડામાં, માટે અથવા તેમાંથી જાન્યુઆરી 1, 2000 થી સપ્‍ટેમ્બર 11, 2006ની સમય મર્યાદામાં એર કાર્ગો શીપીંગ સેવાઓની ખરીદી કરી હોય, તો તમારા હક્કો એક અથવા વધુ સૂચિત વર્ગ એકશન સમાધાનોથી અસરગ્રસ્ત હોઇ શકે છે. જો તમે યુનાઇટેડ સ્ટેટસ અથવા કેનેડામાં, માટે અથવા તેમાંથી કોઇપણ એર કાર્ગો કેરીયર પાસેથી, જો તમે એર કાર્ગો શીપીંગ સેવાઓની ખરીદી કરી હોય તો તમે એક Class Member (વર્ગ સભ્ય)છો. ફ્રેઇટ ફોરવાર્ડર્સ મારફતે ખરીદી થયેલ સેવાઓનો પણ સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટસ અને કેનેડામાં સ્વતંત્ર સમાધાનો છે. તમે બંને સમાધાનોના વર્ગ સભ્ય હોઇ શકો છો.

યુનાઇટેડ સ્ટેટસ અને કેનેડામાં સમાધાનોના મુકદ્દમા આંશિક રીતે ઉકેલ પામ્યા છે. મુકદ્દમાઓમાં, વાદીઓએ દાવો કરેલ છે કે Deutsche Lufthansa AG, Lufthansa Cargo AG, અને Swiss International Air Lines Ltd. (“Lufthansa”), અન્ય સંખ્યાબંધ એર કાર્ગો કેરીયર્સ સાથે, યુ.એસ. વિશ્વાસઘાત કાયદા અને કેનેડીયન સ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન કરીને એરફ્રેઇટ કાર્ગો શીપીંગ સેવાઓની કિંમતો નક્કી કરવાનું ષડયંત્ર કર્યું છે. આ આરોપીત વ્યવહારના પરીણામ સ્વરૂપે, વાદી દલીલ કરે છે કે તેઓએ અને ક્લાસના અન્ય મેમ્બર્સે એરફ્રેટ શીપીંગ સેવાઓ માટે આરોપીત વ્યવહારની ગેરહાજરીમાં જે ચૂકવણી કરી હોત તેના કરતાં તેઓએ વધુ ચૂકવણી કરવી પડી છે. આ સમાધાનોમાં દાખલ થઇને, Lufthansa આ ‍આરોપીત ગેરકાયદેસર સંચાલનમાં રોકાયેલ હતું તેમ સ્વીકાર્યું નથી અને જો મુકદ્દમા આગળ વધે તો વાદીઓના દાવાઓને પડકારવાનું ભારપૂર્વક જણાવ્યું છે. આમછતાં, ખર્ચ, ભારણો, અને વધુ મુકદ્દમાઓના જોખમો, અને તેના માનવંતા વ્યવસાયિક ગ્રાહકો સાથે વિવાદમાં પડવાનું ટાળવા માટે, Lufthansa એ સમાધાનોમાં જોડાવાનું નક્કી કર્યું છે.

યુનાઇટેડ સ્ટેટસમાં, માટે અથવા તેમાંથી એરફ્રેઇટ કાર્ગો શીપીંગ સેવાઓ સંબંધિત બાબતો સામેના દાવાઓ ઉકેલવા માટે, માન્ય વર્ગ સભ્ય દાવાઓ માટે અને જે યુ.એસ. સમાધાનના ભાગ નથી તેવા બાકીને પ્રતિવાદીઓ સામેના દાવાઓની કાર્યવાહીમાં સહકાર માટે Lufthansa એ $85 મિલીયનની ચૂકવણી કરવાનું નક્કી કર્યું છે. Lufthansa સામેના કેનેડામાં, માટે અથવા તેમાંથી એરફ્રેઇટ કાર્ગો શીપીંગ સેવાઓ સંબંધિત બાબતો સામેના દાવાઓ ઉકેલવા માટે, કેનેડીયન ફંડમાં $5,338,000 અમેરિકી ડોલર ચૂકવવાનું Lufthansa એ નક્કી કર્યું છે જેને કેનેડીયન વર્ગોના ભવિષ્‍યના ફાયદા માટેના ટ્રસ્ટમાં રાખવામાં આવે તેવી ભલામણ કેનેડીયન વર્ગ સલાહકારે કરી છે.

આ માહિતી ફક્ત એક સાર છે. વધુ માહિતી માટે, જે વર્ગ સભ્ય છે અને નથી તે સહિત, સમાધાન ભંડોળની ફાળવણી અને યુ.એસ. સમાધાનમાં દાવો કેવી રીતે નોંધાવવો, વર્ગ સભ્યના વિકલ્પો અને કાર્ય માટેની અંતિમ મર્યાદાઓ, Final Approval Hearings (અંતિમ નિર્ણય સુનાવણીઓ) નું સ્થળ, અને અન્ય આવશ્યક માહિતીઓ માટે, કૃપા કરી નોટીસ તપાસો.

કોર્ટનો સંપર્ક કરશો નહીં

મહત્વની અદ્યતન માહિતીઃ ન્યાયાલયે યુ.એસ. પતાવટ (સેટલમેન્ટ) ની અંતિમ મંજૂરી કબૂલ કરી છે.

અને કેનેડિયન પતાવટોમાં વાંધો ઉઠાવવા કે ટિપ્પણી કરવામાંથી બાકાત રાખવાની સમયાવધિ વિતી ગઇ છે.

દાવાના ફોર્મની સમયાવધિ (ડેડલાઇન) વિતી ગઇ છે.

મહત્વની તારીખો
તારીખ કેસ-સંબંધિત કાર્યક્રમ
નવેમ્બર 12, 2008 યુ.એસ. અને કેનેડીયન સમાધાનોમાં બહિષ્‍કારની અંતિમ મર્યાદા (પોસ્ટમાર્ક અંતિમ મર્યાદા)
નવેમ્બર 12, 2008 યુ.એસ. અને કેનેડીયન અહેવાલોમાં વાંધા નોંધાવવાની અંતિમ મર્યાદા
ડિસેમ્બર 12, 2008 ના રોજ સવારે 11:30 વાગ્ય बजे United States District Court, Eastern District of New York (ન્યુયોર્કના ઉત્તરી જિલ્લા માટે યુનાઇટેડ રાજ્ય જિલ્લા કોર્ટ, યુનાઇટેડ સ્ટેટસ કોર્ટહાઉસ) ખાતે અંતિમ નિર્ણય સુનાવણી
જાન્યુઆરી 28, 2009 -
એન્‍ટેરીયો - ના રોજ સવારે 10:00 વાગ્યે
Ontario Superior Court of Justice (ઓન્ટેરીયો ન્યાયની મુખ્ય કોર્ટ) ખાતે અંતિમ નિર્ણય સુનાવણી
ફેબ્રુઆરી 12, 2009 દાવા પત્રક પોસ્ટમાર્ક અંતિમ મર્યાદા
ફેબ્રુઆરી 27, 2009 -
બ્રિટીશ કોલંબીયા ના રોજ સવારે 10:00 વાગ્યે
Supreme Court of British Columbia (બ્રિટીશ કોલંબીયાની સુપ્રિમ કોર્ટ) ખાતે અંતિમ નિર્ણય સુનાવણી
માર્ચ 9-10, 2009 -
ક્યુબેક ના રોજ સવારે 9:00 વાગ્યે बज
Québec Superior Court (ક્યુબેક મુખ્ય કોર્ટ) ખાતે અંતિમ સુનાવણી